વેસ્ટ ઝોન યુનિવર્સિટી ચેસ સ્પર્ધા:ડીસા કોલેજ ખાતે ચેસ સ્પર્ધાના ખેલાડીઓનો પ્રશિક્ષણ કૅમ્પ યોજાયો, ખેલાડીઓ આગામી સમયમાં મધ્યપ્રદેશ ખાતે રમવા જશે

ડીસા24 દિવસ પહેલા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ભાઈઓ-બહેનોની ચેસ સ્પર્ધા ડીસા કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટી ચેસ ટીમમાં પસંદગી થયેલા જુદી જુદી કોલેજના બેસ્ટ ખેલાડીઓનો ચાર દિવસીય પ્રશિક્ષણ કેમ્પ યોજાયો હતો.

ચેસના ખેલાડીઓનો ચાર દિવસીય પ્રશિક્ષણ કેમ્પ
યુવાનોમાં રહેલી શૂસુપ્ત શક્તિઓ બહાર આવે અને સ્પોર્ટ્સ પ્રત્યેની અભિરુચિ વધે તે માટે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ યુનિવર્સિટીના ચેસના ખેલાડીઓનો ચાર દિવસીય પ્રશિક્ષણ કેમ્પ ડીસાની કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ચાર દિવસ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

મધ્યપ્રદેશ ખાતે વેસ્ટઝોન ચેસ રમતમાં ભાગ લેશે
દર્શનપટેલ કોમર્સ કોલેજ મોડાસા, હવન વણકર ઇડર કોલેજ, ધ્રુવ સુથાર પી.જી. ડિપાર્ટમેન્ટ પાટણ, કિરણ સક્સેના આર્ટસ મહેસાણા, મિત પટેલ કોમર્સ મહેસાણા, સત્યપાલસિંહ ચૌહાણ વખા કોલેજ દિયોદર વગેરે ખેલાડીઓએ પસંદ થઈ આ કેમ્પમાં જોડાઈને ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ મેળવ્યું હતું. હવે આ ખેલાડીઓ આગામી 15 નવેમ્બર 2022થી 19 નવેમ્બર 2022 દરમિયાન મધ્યપ્રદેશના લાલપુર અમરકંટક યુનિવર્સિટી ખાતે વેસ્ટઝોન ચેસ રમતમાં ભાગ લેવા જવાના છે. આ પ્રશિક્ષણ કેમ્પનું આયોજન ડીસા કોલેજના અધ્યક્ષ પ્રોફેસર ડૉ.આર.ડી ચૌધરીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...