ડીસામાં 12 વર્ષીય કિશોર બન્યો માનવતાનું ઉદાહરણ:મૂડેઠામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરને રસ્તામાંથી મળી 75 હજારની સોનાની ચેન, મૂળ માલિકને બોલાવી પરત આપી

ડીસાએક મહિનો પહેલા

ડીસા તાલુકાના ભીલડી ગામે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાળકે 75 હજાર રૂપિયાની મળી આવેલી સોનાની ચેન મૂળ માલિકને પરત આપી માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખોવાયેલા ચેન પરત મળી આવતા મહિલાએ બાળક સહિત તેના પરિવારનો આભાર માન્યો હતો.

બાળકની ઈમાનદારી જોઈ લોકો ગદગદીત થઈ ગયા
ડીસા તાલુકાના બોડાલ ગામે રહેતા કિસ્મતબેન ઠાકોર બોડાલ થી ભીલડી તરફ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં 75 હજાર રૂપિયાની કિંમતની અંદાજિત અઢી તોલા સોનાની ચેન રસ્તામાં પડી ગઈ હતી. જે ચેન મુડેઠા પાસે આવેલા ગણેશપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા ઋષિક રાઠોડને મળી આવી હતી. જે ચેન લઈ ઋષિક તરત જ શિક્ષકો પાસે પહોંચ્યો હતો. બાદમાં શાળાના શિક્ષકોએ તપાસ કરતાં આ ચેન કિસ્મતબેનની ખોવાઈ ગઈ હોવાનું જાણવા મળતા તેમનો સંપર્ક કરી શાળાએ બોલાવ્યા હતા. વિદ્યાર્થી, ગામના આગેવાનો અને શિક્ષકોના હસ્તે ચેન મૂળ માલિકને પરત આપી હતી. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બાળકની ઈમાનદારી જોઈ લોકો ગદગદીત થઈ ગયા હતા. અને બાળક સહિત તેના પરિવારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...