મહિલાનું પરિવાર સાથે મિલન:ડીસામાં બેઇઝડ સપોર્ટ સેન્ટરે સાસરિયાઓને સમજાવી પીડિત મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ડીસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા સાસરી પક્ષ દ્વારા માનસિક ત્રાસ અને દહેજની માંગણી કરી ખાઢી મુકવામાં આવેલ મહિલાનું પરિવાર સાથે સમાધાન કરાવી મિલન કરાવ્યું હતું. પીડિત મહિલાનું પરિવાર સાથે મિલન થતા તેણે બેઇઝડ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર અત્યાચાર અને માનસિક ત્રાસના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં એક મહિલાને સાસરિયાઓએ દહેજની માંગણી કરી ઢોર માર મારી કાઢી મુકી હોવાની ઘટના બની હતી. જે અંગે પીડિત મહિલાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાલનપુર મહિલા અને બાળ અધિકારીની સંચાલિત ડીસા તાલુકાના પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ત્રણ મહિના અગાઉ તેમના સાસરી પક્ષ દ્વારા તપાસ કરતા મહિલાને ખુબ માનસિક, દહેજની માંગણી કરી ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જેમાં મહિલા કાઉન્સેલર કુસુમબેન દ્વારા બંને પક્ષો વચ્ચે ગૃપ મીટીંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપી કાઉન્સેલીગ દ્વારા બંને પક્ષોની સહમતિથી સમાધાન કરાવ્યું હતું. અને આવી ઘટના ફરી ન બને તે માટે સેન્ટર દ્વારા ફોલોઅપ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...