ડીસા શહેરની પોસ્ટ ઓફીસ નજીક આવેલ જજના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણ્યા શખ્સે ચોરીનો પ્રયાસ કરતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરા ખાતે જજ તરીકે ફરજ બજાવતા ભાસ્કરભાઈ દવેનું મકાન ડીસા શહેરની પોસ્ટ ઓફીસ નજીક આવેલ અંબાજી માતાજીના મંદિર પાસે આવેલું છે. જેમાં શુક્રવારે વહેલી સવારે મંદિરના પુજારીએ ભાસ્કરભાઈ દવેના મકાનમાંથી કોઈ અજાણ્યા શખસને ભાગતા જોઈ મકાનની દેખરેખ રાખતાં વિશાલભાઈ મેવાડાને જાણ કરવામાં આવી હતી. આથી વિશાલભાઈ મેવાડાએ તાત્કાલિક મકાન પર જઈ તપાસ કરતાં માલસામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને ઉપરના માળે પણ દરવાજાનો નકુચો તુટેલો જોવા મળ્યો હતો.
આથી મકાન માલિક ભાસ્કરભાઈ દવેને જાણ કરવામાં આવી હતી. જો કે, મકાનમાં કંઈ ચોરી થઈ ન હતી. આ અંગે વિશાલભાઈ મેવાડાએ અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ દક્ષિણ પોલીસ મથકે નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.