કાર્યવાહી:ડીસામાં વકીલની ઓફીસમાં હાથફેરો કરનાર રાજસ્થાની શખ્સ ઝડપાયો

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા પોલીસે ડીસા-પાલનપુર વચ્ચેના 100 થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા

ડીસા શહેરમાં બે દિવસ અગાઉ વકીલની ઓફીસમાંથી રૂપિયા 1.25 લાખની રોકડની ચોરી કરનાર રાજસ્થાનના શખ્સને ડીસા શહેર દક્ષિણ પોલીસએ ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

ડીસા શહેરના મુખ્ય બજારમાં આવેલ બનાસ બેંક નજીકના ખુશ્બુ શોપિંગ સેન્ટરમાં વકીલાતની ઓફિસ ધરાવતા હીનાબેન ઠક્કર અને ગંગારામભાઈ પોપટની ઓફિસમાં તા.10 જુલાઇના રોજ કબાટમાં પડેલા રૂપિયા 1.25 લાખની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જે અંગે હીનાબેન ઠક્કરે ડીસા શહેર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

આથી ડીસા શહેર પીઆઈ એસ.એમ.પટણી તેમજ સ્ટાફ દ્વારા ડીસાથી પાલનપુર વચ્ચેના 100 થી વધુ સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી ચોરીના આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે વકીલની ઓફિસમાં ચોરી કરનાર ગણેશારામ ચુનારામજી મેઘવાળ (રહે.મોહીવાર, તા.આહોર, જી.જાલોર-રાજસ્થાન) ને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તેમ પીઆઈ એસ.એમ.પટણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...