સારવાર:કાનમાં કીડાથી પીડાતી રાજસ્થાનની બાળકી સેવાભાવી સંસ્થાની મદદથી પીડામુક્ત બની

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા ખાનગી દવાખાને 5 દિવસ સારવાર કરાવી

રાજસ્થાનના એક પરિવારની ચાર વર્ષની દીકરી કાનમાં દુઃખાવાના કારણે રડતી હતી.ડીસાના હિંદુ યુવા સંગઠને પાંચ દિવસ સુધી સારવાર કરાવી તેણીના કાનમાંથી 50 ઉપરાંત કીડા બહાર કઢાવી પીડા મુક્ત કરી હતી.રાજસ્થાનના બાકાસર ગામના સલાભાઈ સિંધીની 4 વર્ષની પુત્રી મિર્જાતી કાનમાં દુખાવાના કારણે સતત રડતી હતી. આ અંગેની જાણ સેવાભાવી મુકેશભાઈ વાલ્મિકીએ ડીસાના હિંદુ યુવા સંગઠનમાં કરતાં પ્રમુખ નીતિનભાઈ સોની પરિવારને મળ્યા હતા. જ્યાં બાળકીની માતાએ જણાવ્યું હતું કે, અમને ખબર પડી કે, કાનમાં કીડા પડ્યા છે. તો સારવાર કરાવવા માટે નીકળ્યા હતા.

પાલનપુર સિવિલ પણ જઈ આવ્યા બધા કહે છે કે અમદાવાદ લઈ જાઓ. અમારી જોડે કોઈ સગવડ નથી. હવે પાછા ગામ જઈએ અને પછી કઈક કરશું. આથી નીતિનભાઈ સોનીએ ડીસાના ડો. વસંતભાઈ મોઢની હોસ્પિટલમાં લઈ જઈ પાંચ દિવસ સુધી સારવાર કરાવી દીકરીના કાન માંથી 50 ઉપરાંત કીડા બહાર કાઢી પીડા મુક્ત કરાવી હતી. આ કાર્યમાં દિપકભાઈ કચ્છવા, મેહુલ ઠક્કર, વિપુલભાઈ ઠક્કરનો સાથ સહકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...