ડીસામાં મેઘો મહેરબાન:ગઈકાલે મોડી સાંજે અડધા કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો, ડીસામાં અત્યાર સુધી સિઝનનો 68.91 ટકા વરસાદ નોંધાયો

ડીસા4 દિવસ પહેલા
  • ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, મુખ્ય માર્ગો પાણી પાણી થયા
  • જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 68 ટકા વરસાદ નોંધાયો છે

ડીસામાં મોડી સાંજે ફરી વરસાદી માહોલ સર્જાયો હતો અને વરસાદી ઝાપટું પડતા સવા ઇંચ જેટલો વરસાદ થયો હતો. અડધા કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ સર્વત્ર પાણી પાણી થઈ ગયો હતો. દિશામાં સિઝનનો અત્યાર સુધી 63.91 ટકા વરસાદ નોંધાયો છે.

અડધા કલાકમાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ડીસામાં પણ મોડી સાંજે અડધો કલાક સુધી વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદી ઝાપટું પડતા અડધો કલાકમાં જ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, શહેરના મુખ્ય માર્ગો પણ પાણી જ પાણી થઈ ગયા હતા.

ડીસામાં અત્યાર સુધી 63.91 ટકા વરસાદ નોંધાયો
ડીસા પંથકમાં રોજેરોજ થોડો થોડો વરસાદ પડી રહ્યો છે જેના કારણે આ વખતે વાવણી લાયક સારો વરસાદ તથા ખેડૂતો પણ ખુશખુશાલ છે. હજુ પણ અવિરત પણ આવો વરસાદ વરસતો રહે તેવી ખેડૂતોને આશા છે. ડીસામાં અત્યાર સુધી 63.91 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 68 ટકા વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...