6 ફુટ લાંબા અજગરનું રેસ્ક્યૂ:ડીસાના જેરડા ગામે અજગર મળી આવતા ફફડાટ; મોડી રાત્રે વનવિભાગની ટીમે પકડી જંગલ વિસ્તારમાં છોડ્યો

ડીસા4 દિવસ પહેલા

ડીસા તાલુકાના જેરડા ગામ પાસે આવેલ એક ખેતરમાં મોડી રાત્રે 6 ફૂટ લાંબો અજગર દેખાતા અફડા તફડી સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ જાણ કરતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી અજગરને પકડીને સહી સલામત જંગલ વિસ્તારમાં છોડ્યો હતો.

એક કલાક સુધી રેસ્ક્યૂ કામગીરી ચાલી
ચોમાસાની ઋતુમાં અનેક ઝેરી જીવજંતુઓ દરની બહાર નીકળતા હોય છે. તે મુજબ ડીસા તાલુકાના જેરડા ગામ પાસે હાઇવે પર આવેલ મોંઘસિંહના ખેતરમાં પણ મોડી રાત્રે અજગર દેખાયો હતો. અજગર દેખાતા જ ખેડૂત પરિવાર ભયભીત બન્યો હતો અને તરત જ આજુબાજુના લોકોને તેમની વનવિભાગની ટીમને જાણ કરી અજગર પણ નજર રાખી હતી. ઘટનાની જાણ થતા જ ડીસા વન વિભાગના રમેશભાઇ ચૌધરી સહિતની ટીમ તાત્કાલિક ઝેરડા ગામે પહોંચી હતી અને એક કલાક સુધી રેસ્ક્યુ કરી અજગરને સહી સલામત પકડી પાડ્યો હતો. તેમજ અજગર ને થેલીમાં પૂરી જંગલ વિસ્તારમાં સહી સલામત છોડી મૂક્યો હતો. અજગર પકડાયા બાદ ખેડૂત પરિવારે હાંસકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...