ડીસામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે આદર્શ હાઇસ્કુલ ખાતે લોકશાહી પર્વ કાર્યક્રમ અંતર્ગત નાટીકાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાટિકા ભજવી બાળકોએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ નાટિકાના વિષય વસ્તુથી વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.
લોકોમાં જાગૃતિ સંદેશો પહોંચાડવામાં આવશે
ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે ડીસામાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત "લોકશાહીનું પર્વ " મતદાતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસામાંથી વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુથી વિદ્યાર્થીઓ મારફતે લોકોમાં જાગૃતિ સંદેશો પહોંચાડવામાં આવશે જેમાં સંસ્કાર મંડળ ડીસાના પ્રમુખ ડો.અજય જોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહેન્દ્ર ચૌધરી દ્વારા આપના મતનું મહત્વ શું છે? એ વિષય પર વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પિનાકીન પટેલ દ્વારા આ નાટિકાના વિષય વસ્તુથી વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
દરેક વિધાર્થીઓને સંકલ્પ પત્ર આપવામાં આવ્યા
શાળાના એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એક નાટિકા ભજવવામાં આવી હતી. મંડળના પ્રમુખ ડો. અજય જોશી દ્વારા આપના પરિવાર અને આજુ-બાજુના વિસ્તારમાં મતદાતા જાગૃતિ વિષય પર વિધાર્થીઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે હરેશ પવાયા દ્વારા સંકલ્પ પત્રનું વાચન કરી વિધાર્થીઓને શપથ લેવડાવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત દરેક વિધાર્થીઓને સંકલ્પ પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન શાળાના પ્રધાનાચાર્ય કે. પી. રાજપૂત અને સુપરવાઇઝર આર. ટી. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફ તેમજ વિધાર્થીઓ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.