લવ જેહાદની ઘટનાને લઈ લોકોમાં રોષ:ડીસામાં હિન્દુ યુવા સંગઠનના બેનર હેઠળ વેપારીઓની બેઠક યોજાઈ; જલદ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરાઈ

ડીસા25 દિવસ પહેલા

ડીસામાં વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી લવ જેહાદની પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે હિન્દુ યુવા સંગઠનના બેનર હેઠળ પ્રબુદ્ધ વ્યાપારીઓ અને નાગરિકોની બેઠક યોજાઇ હતી. જેમાં લવ જેહાદની પ્રવૃત્તિને અટકાવવા માટે આગામી સમયમાં વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા થઈ હતી.

હિન્દુ યુવા સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ
ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી માંગતા પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવી લવ જેહાદની પ્રવૃત્તિઓને અટકાવવા માટે આજે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન બેનર હેઠળ અલગ અલગ સંગઠનો, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજાઈ હતી. જેમાં વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતી લવ જેહાદની પ્રવૃતિને અટકાવવા માટે ચર્ચા વિચારણા થઈ હતી. તેમજ આગામી સમયમાં લવ જેહાદ અટકાવવા અને આવી પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે. આગામી ત્રીજી તારીખે આ સંગઠન દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરાયું છે. જે રેલી ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને જાગૃત કરશે અને આવી પ્રવૃત્તિઓ ચલાવનારા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરશે. જે રેલીના આયોજન અને પરવાનગી માટે આજે હિન્દુ યુવા સંગઠન દ્વારા નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...