બેઠક:ડીસા એપીએમસીમાં દત્તશરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં ગૌભકતોની બેઠક યોજાઈ

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસા એપીએમસીમાં દત્તશરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં ગૌભકતોની બેઠક યોજાઈ હતી. - Divya Bhaskar
ડીસા એપીએમસીમાં દત્તશરણાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં ગૌભકતોની બેઠક યોજાઈ હતી.
  • રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ગૌ મંત્રાલય બનાવે

રાજસ્થાન સરકાર અલાયદુ ગૌ મંત્રાલય ચલાવે છે તેમ ગુજરાત સરકાર પણ ગૌ મંત્રાલય બનાવી ગૌશાળા-પાજરાપોળને મદદરૂપ બનવું જોઈએ તેમ ગૌધામ પથમેડાના ગૌઋષિ શ્રી દત્તશરણાનંદજી મહારાજએ જણાવ્યું હતું.

કોરોના મહામારી બાદ ગૌશાળા -પાંજરાપોળમાં આવતા દાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ પાંજરાપોળ - ગૌશાળામાં આશ્રિત પશુઓ માટે દૈનિક 30 રૂપિયા લેખે 500 કરોડની યોજના અમલમાં મુકવામાં આવી છે. સરકારને યોજના જાહેર કર્યાને ત્રણેક માસનો સમયગાળો વિતવા છતાં સરકાર દ્વારા સહાયની રકમ ન ચૂકવાતા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો હાલ ભારે મુંઝવણ અનુભવી રહ્યાં છે.

બનાસકાંઠાની 70 થી વધુ ગૌશાળા પાંજરાપોળના સંચાલકો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યાં છે. ત્યારે રાજસ્થાન સરકાર ગૌશાળાઓ માટે અલાયદુ ગૌ મંત્રાલય બનાવવામાં આવ્યું છે તેમ ગુજરાત સરકાર પણ ગૌ મંત્રાલય બનાવવું જરૂરી છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 500 કરોડની સહાય તાત્કાલિક અસરથી ચૂકવી જોઈએ તેમ ગૌધામ પથમેડાના સ્થાપક અને ગૌઋષિ શ્રી દત્તશરણાનંદજી મહારાજએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...