રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી:ડીસામાં રન ફોર યુનિટી અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ, ધારાસભ્ય પ્રવિણ માળી સહિત યુવાનો દોડ્યા

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં યુવા ભાજપ દ્વારા યોજાયેલા મેરેથોન દોડમાં ધારાસભ્ય સહિત યુવાનો દોડ્યા હતા.

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો... આ સૂત્ર આપેલું છે સ્વામી વિવેકાનંદે. ત્યારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસામાં પણ યુવા ભાજપ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. આ મેરેથોન દોડ એરપોર્ટ ચાર રસ્તાથી સાંઇબાબા મંદિર સુધી યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ મેરેથોન દોડમાં ભાગ લઈ દોડ્યા હતા અને એક થી ત્રણ નંબર સુધી વિજેતા થનાર યુવાનોને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયા, ધારાસભ્ય પ્રવીણ માળી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરે જણાવ્યું હતું કે, આજે ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરાયું છે અને દરેક યુવાનો તંદુરસ્ત રહે અને રાષ્ટ્ર માટે કામ કરે તેવી ભાવના સાથે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...