મોબાઇલ ચોર ઝડપાયો:ડીસામાં 8 મહિના અગાઉ બસસ્ટેન્ડ માંથી મોબાઈલ ચોરનાર અમદાવાદનો શખ્સ ઝડપાયો; પોલીસે વધુ તપાસ હાથ ધરી

ડીસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસામાં આઠ મહિના અગાઉ બસ સ્ટેન્ડમાંથી ચોરાયેલા મોબાઈલ ચોરીનો કેસ પોલીસે ઉકેલી દીધો છે અને મોબાઈલ ચોરનાર શખ્સને અમદાવાદથી અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાની હેપ્પી હોમ્સ ખાતે રહેતો યશ પઢીયાર ગત પહેલી ઓગસ્ટના રોજ અમદાવાદથી ડીસા આવી રહ્યો હતો અને બસ સ્ટેન્ડમાં તે બસમાંથી ઉતરી પોતાનો મોબાઈલ બેગમાં મૂકી ઘર તરફ જવા નીકળ્યો હતો. પરંતુ ઘરે પહોંચ્યા બાદ તેના બેગમાં મોબાઇલ ન મળતા તેણે મોબાઈલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે મામલે ઉત્તર પોલીસે તપાસ શરૂ કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મોબાઈલ ચોરને પકડી પાડ્યો છે. તપાસ દરમિયાન મોબાઈલ ચોરનાર શખ્સ અમદાવાદના ચાંદખેડા ખાતે રહેતા દિલીપ વૈષ્ણવ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે રૂપિયા 25 હજારની કિંમતના મોબાઇલ સાથે ચોરની અટકાયત કરી હતી. આ મામલે વધુ તપાસ જે ડી પરમાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...