અટકાયત:કાંટ ગામમાંથી બે દિવસ અગાઉ થયેલ જીપ ચોરીનો ભેદ ઉકેલાયો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા શહેર ઉત્તર પોલીસે બે આરોપીને દબોચી લીધા

ડીસા તાલુકાના કાંટ ગામથી ચોરી થયેલ બોલેરો ગાડીને ડીસા શહેર ઉતર પોલીસ દ્વારા હાઈવે પરના રીલાયન્સ પેટ્રોલપંપ પાસેથી બે શખ્સોને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ના હે.કો. અશોકસિંહ મગનસિંહ સહિત પોલીસ સ્ટાફના માણસો ડીસા રીલાયન્સ પેટ્રોલપંપ નજીક વાહન ચેકીંગમાં હતા. જે દરમ્યાન આખોલ ચાર રસ્તાથી રીલાયન્સ પેટ્રોલપંપ તરફ એક નંબર પ્લેટ વગરની બોલેરો ગાડી આવતી હોય જે ગાડીને ઉભી રખાવી જોતા ગાડીમાં બે શખ્સઓ બેઠેલ હોય તેમની પાસે ગાડીના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા અને બોલેરો ગાડી બાબતે બન્ને જણાની પુછપરછ કરતા ગાડી બે દિવસ અગાઉ ડીસાના કાંટ ગામેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકમાં ખાત્રી કરતા બોલેરો જીપ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. જેથી રૂ.2.80 લાખની બોલેરોનો કબજો મેળવી સી.આર.પી.સી.કલમ.102 મુજબ કબ્જે કરી બાળ કિશોરને નજર કેદમાં રાખી તથા ધુંખાજી નાથુજી ઠાકોર (રહે, સીકરીયા સ્કુલની બાજુમાં, તા. દાંતીવાડા) ને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...