ધરપકડ:ડીસાના શુભમ પાર્ટી પ્લોટ નજીક ગૌવંશ ભરેલું જીપડાલું ઝડપાયું

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવદયા પ્રેમીઓએ જીપડાલાનો પીછો કરી અબોલ પશુઓને બચાવ્યા

પાલનપુર તરફથી જીપડાલામાં ગૌવંશ ભરીને આવતા હોવાની માહિતી જીવદયા પ્રેમીઓને મળી હતી. આથી પીછો કરી ડીસાના શુભમ પાર્ટી પ્લોટ નજીક જીપડાલાને રોકી અબોલ જીવોને બચાવી લીધા હતા. આ અંગે ડીસા શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા તાલુકાના નિલપુર ગામના અને જીવદયા પ્રેમી હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયા શુક્રવારે ઘરે હતાં. જે દરમિયાન પાંથાવાડાના જીવદયા પ્રેમી મનિષભાઈ નારણજી ભાટ દ્વારા જાણ કરેલ કે પાલનપુરથી ડીસા તરફ આવી રહેલાં જીજે-12-બીએક્સ-2509 નંબરના પીકઅપ જીપડાલામાં ગેરકાયદેસર રીતે ગાયોની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી. આથી જીવદયા કાર્યકર હિમાલયકુમાર માલોસણીયા, મનિષભાઈ ભાટ, મગશીભાઈ દેસાઈ, રોનકભાઈ ઠક્કર, મનોજભાઈ ઠાકોર, મનીષભાઈ દરજી, સુરેશ ચૌધરી, ભાવેશ ચૌધરી, પ્રવીણ ચૌધરી, દીનેશ ભાટી, રાહુલભાઈ જૈન, રાહુલભાઈ રાણા, લાલજી દેસાઇ, સેધાભાઈ દેસાઈ, રાહુલભાઈ મહેશ્વરી સહિતના જીવદયા પ્રેમીઓએ જીપડાલાનો પીછો કરી ઝડપી પાડ્યું હતું.

જીપડાલામાં તપાસ કરતાં બે ગાય અને એક વાછરડીને ક્રુરતા પૂર્વક બાંધેલી તેમજ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ ન હતી. આ ઉપરાંત પશુ હેરાફેરીનું સક્ષમ અધિકારીની મંજૂરી ન હતી તેમજ અબોલ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ અંગે હિમાલયકુમાર રમેશભાઈ માલોસણીયાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અજીતભાઈ સોનાભાઈ સરાણીયા (રહે.જીવન જયોત સોસાયટી, પાટણ હાઈવે, ડીસા) અને રોણાભાઈ રૂપાભાઈ સરાણીયા (રહે.તિરૂપતિ પ્લાઝા પાછળ, છાપરામા, પાલનપુર) સામે ગુનો નોંધી વધુ તપાસ હે.કો. દશરથભાઈ ચૌહાણ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...