ડીસામાં મેધ અનરાઘાર:મોડી રાત્રે અડધો ઇંચ વરસાદ ખાબક્યો, ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી; આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી

ડીસા17 દિવસ પહેલા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. હજુ પણ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેસરની સ્થિતિ સર્જાતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ભાદરવા મહિનાની શરૂઆત સાથે જ ભારે ઉકળાટ અને બફારાથી લોકો પરેશાન થઈ ગયા હતા. તે દરમિયાન ગત મોડી સાંજે વાદળછાયા વાતાવરણ બાદ ભારે ગાજવીજ સાથે જિલલમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. જેમાં ડીસામાં પણ ધીમીધારે વરસતા અડધો ઇંચ જેટલો વરસાદ નોંધયો હતો. વરસાદના કારણે ચો તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

ડીસા તાલુકામાં આ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 132.19 ટકા જેટલો વરસાદનો નોંધાયો છે. હજુ પણ આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...