ડીસા-પાટણ હાઈવે પર મોડી રાત્રે મગફળી ભરેલી ટ્રક પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં મગફળી ભરેલી બોરીઓ રોડ પર વેરાઈ ગઈ હતી. જ્યારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
ડીસા-પાટણ હાઈવે પર આસેડા ગામ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ડીસાથી મગફળીની બોરીઓ ભરીને એક ટ્રક પાટણ તરફ જઈ રહી હતી અને આસેડા ગામ પાસેથી પસાર થઈ રહી હતી, તે સમયે વળાંકમાં અચાનક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મગફળી ભરેલી બોરીઓ રોડ પર વેરાઈ ગઈ હતી. જ્યારે ચાલકને નાની મોટી સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ વાહન ચાલકોએ તરત જ રાહત કામગીરી શરૂ કરી હતી અને ચાલકને અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી બહાર કાઢ્યો હતો. આ આકસ્માતમાં ટ્રક પલ્ટી ખાઈ જતા અને મગફળી ભરેલી બોરીઓ રોડ પર ઉથલી પડતા ટ્રકના માલિકને મોટું નુકસાન થયું હતું. જો કે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.