દુર્ઘટના:ડીસાના ભોપાનગરમાં મકાનમાં આગ લાગતાં સામાન બળી ખાખ

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા મોટું નુકસાન થવા પામ્યું છે. ઘટના પગલે ઘટના સ્થળે પોલીસ અને ફાયર ફાઈટરની ટીમ પણ દોડી આવી હતી. ડીસા-પાટણ હાઈવે ઉપરમાં આવેલા ભોપાનગર વિસ્તારમાં રહેતા શીતાબેન માજીરાણાના મકાનમાં શુક્રવારે કોઈ અગમ્ય કારણોસર અચાનક મકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

આ અંગે સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ મકાનમાં અચાનક આગ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...