દુકાનમાં આગ લાગતા અફડાતફડી:ડીસામાં કરીયાણાની દુકાનમાં આગ લાગી, ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

ડીસાએક મહિનો પહેલા

ડીસા શહેરમાં આવેલા રામજી મંદિર પાસે કરિયાણાની દુકાનમાં આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ અને દક્ષિણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ડીસામાં રામજી મંદિર પાસે આવેલી કરિયાણાની દુકાનમાં મોડી રાત્રે આકસ્મિક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. ઘટના અંગેની જાણ કરતા ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ અને દક્ષિણ પોલીસનો સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજુબાજુમાં રહેતા લોકોની સતર્કતાના કારણે તુરંત ફાયર ફાઈટર અને પોલીસની ટીમ આવી પહોંચતા તાત્કાલિક આગ પર કાબુ મેળવી શકાયો હતો. જેના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ આગના કારણે દુકાન માલિકને નુકસાન સહન કરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...