ભિષણ આગ:માલગઢમાં લગ્નમાં ફટાકડા ફૂટતાં લાગેલી આગ લાગતાં મંડપ ખાખ

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના ફાયર વિભાગની મદદથી આગ પર કાબુ મેળવાયો

ડીસા તાલુકાના માલગઢ ગામના ગોગાઢાણી વિસ્તારમાં રવિવારે સાંજે લગ્નના વરઘોડા દરમિયાન ફટાકડો ફૂટતા મંડપમાં આગ લાગતા મંડપ બળીને ખાખ થઇ ગયો હતો.

ડીસા તાલુકાના માલગઢ ગામમાં અર્જુનભાઈ ઠાકોરને ત્યાં લગ્ન પ્રસંગે રવિવારે સાંજે વરઘોડો નિકળ્યો હતો. જે દરમિયાન અચાનક જ ફટાકડો ફૂટતા મંડપ ઉપર પડતાં થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મંડપ બળીને ખાખ થઇ ગયો હતો તેમજ લોકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી.

આગની જાણ પાલિકાના ફાયર વિભાગને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મંડપ બળીને ખાખ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...