• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Deesa
  • A Complaint Was Registered Against A Journalist In The Case Of Molestation Of A Teenager On A Youth In Disa; While Being Released On Bail, The Family Publicly Thrashed The Cattle

પત્રકારને જાહેરમાં ફટકાર્યો:ડીસામાં યુવક પર કિશોરીની છેડતી મામલે પત્રકાર સામે ફરિયાદ નોંધાઈ હતી; જામીન પર છૂટી જતા પરિવારે જાહેરમાં ઢોર માર માર્યો

ડીસા9 દિવસ પહેલા
  • પત્રકાર 14 વર્ષીય કિશોરીને નોકરી આપવાના બહાને છેડતી કરતો
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

ડીસામાં આજે કોર્ટ પાસે જાહેરમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવે છે. જેમાં અઠવાડિયા અગાઉ કિશોરની છેડતી મામલે નોંધાયેલી ફરિયાદમાં જામીન પર છૂટીને આવ્યા બાદ યુવક પર કિશોરીના પરિવારજનોએ જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

4 શખ્સોએ ગાડી રોકાવી ધોઈ નાખ્યો
ડીસામાં એક વેબ ચેનલના પત્રકાર ખેતાજી માળી સામે છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. 14 વર્ષીય કિશોરીને નોકરી આપવાના બહાને ઓફિસમાં બોલાવી છેડતી કરતા તેના પરિવારજનો એ ખેતાજી માળીને ઓફિસમાં ઘુસી માર મારી પોલીસને સોંપ્યો હતો. જો કે ત્રણ દિવસ બાદ ખેતાજી માળી જામીન પર છૂટીને આવ્યા બાદ આજે કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટમાંથી પરત બહાર જઈ રહ્યા હતા. તે સમયે બાઈક પર આવેલા અજાણ્યા 4 શખ્સોએ તેમની ગાડી રોકાવી તેના પર હુમલો કર્યો હતો. ધોકા વડે હુમલો કરી ગાડીની તોડફોડ કરી હતી.

પત્રકારને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ગાડી માજ બેઠલ ખેતાજી મળીને ધોકા મારતા ગંભીર ઇજાઓ પહોંચાડી શખ્સો નાસી ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકોએ ઇજાગ્રસ્ત ખેતાજી માળીને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...