લમ્પી વાયરસનો કહેર:ડીસાના થેરવાડામાં પશુપાલકોમાં ડરનો માહોલ; સરપંચ, દૂધ ડેરી મંત્રી અને આગેવાનોએ તાત્કાલિક પશુઓને રસીકરણ હાથ ધર્યું

ડીસા7 દિવસ પહેલા
  • લમ્પીના લક્ષણો દેખાતા પશુઓની સારવાર કરી રસીકરણની પ્રક્રિયા હાથ ધરી

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી લમ્પી વાયરસ તેનો કહેર મચાવી રહ્યો છે. જેમાં આજે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં પણ અનેક પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ડરનો માહોલ છવાયો હતો. ગામના સરપંચ, મંત્રી સહિત બનાસડેરીના આગેવાનોએ તાત્કાલિક ધોરણે રસીકરણની પ્રક્રિયા હાથ ધરી છે.

લમ્પીના લક્ષણો દેખાતા પશુઓની સારવાર કરી રસીકરણની પ્રક્રિયા હાથ ધરી
ડીસા તાલુકાના થેરવાડા ગામમાં પણ આજે અનેક પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાયા હતા. લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ડરનો માહોલ છવાયો હતો. જે અંગે પશુપાલકોએ તાત્કાલિક ગામના સરપંચ, દુધડેરીના મંત્રી અને બનાસ ડેરીનો સંપર્ક કર્યો હતો. જેથી બનાસ ડેરીની ડોક્ટરોની ટીમ તાત્કાલિક ગામમાં આવી પહોંચી હતી. અને તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત પશુઓની વિઝીટ કરી હતી. લમ્પીના લક્ષણો દેખાતા પશુઓની સારવાર કરી રસીકરણની પ્રક્રિયા હાથ કરી હતી. થેરવાડા ગામમાં અંદાજિત 300થી પણ વધુ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા છે. ત્યારે લંપી વાયરસના કારણે કોઈપણ પશુનું મૃત્યુ ન થાય અને પશુપાલકને નુકસાન ન થાય તે માટે ગામના સરપંચ, દૂધ ડેરીના મંત્રી સહિત બનાસ ડેરીની ટીમો અત્યારથી કામે લાગી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...