ડીસામાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા:લેપટોપ, મોબાઈલ અને રોકડ સહિત 90,233નો મુદ્દામાલ જપ્ત કર્યો: પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો

ડીસાએક મહિનો પહેલા

ડીસા શહેરના ગુલબાણી નગરમાંથી વરલી મટકાનો જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડીસા શહેર દક્ષિણ પોલીસે ટેબલેટ, મોબાઈલ, બાઈક અને રોકડ સહિત 90,233નો મુદ્દામાલ જપ્ત કરી 5 શખ્સો સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ જુગારની બદી ફૂલીફાલી છે. જે અંતર્ગત ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીને ખાનગી રાહે માહિતી મળતા ગુલબાણી નગર ભાગ 1 માં રહેતા ભરત મોદીના મકાનમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં બંધ મકાનમાં તપાસ કરતા મકાન માલિક ભરત મોદી, કનૈયાલાલ મોચી, દિલીપ ઠાકોર અને મહેન્દ્ર પરમાર વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જેમની પૂછપરછ કરતા રાજુ સેવંતીલાલ મોદી ઉર્ફે રાજુ બેટરીનું નામ પણ સામે આવ્યું હતું. જેથી પોલીસે મકાન માલિક સહિત ચાર શખ્સોની અટકાયત કરી હતી. તેમજ આરોપીઓ પાસેથી ટેબલેટ, મોબાઈલ, બાઈક, હિસાબ લખેલી ડાયરીઓ, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, જુગારનું સાહિત્ય અને રોકડ સહિત 90,233 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે પાંચ આરોપીઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...