ઇન્ટર્નશીપ દરમિયાન રમતોત્સવ:ડીસાની નવજીવન કોલેજ ખાતે શાળાના 850 વિદ્યાર્થીઓએ ભાગ લીધો; ફૂલ ગુલાબી ઠંડીમાં બાળકોએ મજા માણી

ડીસાએક મહિનો પહેલા

ડીસાની નવજીવન બીએડ કોલેજ ખાતે વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ દરમિયાન રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં કેજીથી ધોરણ 12 સુધીના 850થી પણ વધુ છાત્રોએ ભાગ લીધો હતો.

850થી પણ વધુ છાત્રોએ ભાગ લીધો હતો
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ અને કૌશલ્ય બહાર આવે તેમજ સરકારના આઝાદીકા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી ડીસાની નવજીવન બીએડ કોલેજ ખાતે રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, દોડ, દેડકા દોડ, ફુગ્ગા ફુલાવવા, લોટમાંથી ચોકલેટ શોધવી તેમજ રસ્સા ખેંચ જેવી વિવિધ રમતોમાં શાળાના કેજીથી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા 850થી પણ વધુ છાત્રોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવને સફળ બનાવવા દશરથ માળી, ભીખા પટેલ, રંજન પટેલ, રમેશ ચૌધરી, મહાદેવ પટેલ અને મુકેશ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...