તળાવમાં તરવા ગયો, પાછો ન આવ્યો:ડીસામાં 50 વર્ષીય આધેડ તરવા જતા ડૂબ્યા, NDRFની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી

ડીસા22 દિવસ પહેલા
  • સતત ત્રણ કલાકની શોધખોળ બાદ પણ ન મળી આવ્યા

ડીસા તાલુકાના વરનોડા ગામે પાણીથી છલોછલ ભરાયેલા તળાવમાં તરવા જતા 50 વર્ષીય આધેડ ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે આજુબાજુના લોકો અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર પણ વરનોડા ગામે પહોંચ્યું હતું.

NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી
ડીસા પંથકમાં ભારે વરસાદના પગલે અનેક ગામમાં ખેતરો અને તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. જે અંતર્ગત ડીસા તાલુકાના વરનોડા ગામે પણ તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. તે દરમિયાન ગામમાં રહેતા 50 વર્ષીય સતરસિંહ ઠાકોર તળાવમાં તરવા જતા પગ લાપસી ગયો હતો અને ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા અને તેમની શોધખોળ હાથ ધરી હતી. સતત ત્રણ કલાકની શોધખોળ બાદ પણ ન મળી આવતા લોકોએ ફાઈર વિભાગને જાણ કરતા NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને NDRFની ટીમ પણ આધેડની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...