વિદ્યાર્થીઓએ મેળવ્યું વેપારનું પ્રેક્ટિકલ નોલેજ:ડીસાની એન્જલ્સ હાઇસ્કૂલ ખાતે ચોથા બિઝનેસ ફેરનું આયોજન; વિદ્યાર્થીઓએ સ્ટોલ લગાવી વેપાર કર્યો

ડીસાએક મહિનો પહેલા

ડીસાની એન્જલ્સ હાઇસ્કૂલ ખાતે આજે ગુરૂવારે ચોથા ફન ફેર એટલે કે બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલ, ગેમ સ્ટોલ લગાવી વેપાર ધંધાનું પ્રેક્ટિકલ નોલેજ મેળવ્યું હતું.

વિદ્યાર્થીઓએ સ્ટોલ લગાવી વેપાર કર્યો
વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવનમાં વેપાર ધંધો કઈ રીતે કરી શકાય તેનું પ્રેક્ટિકલ નોલેજ મળે તે હેતુથી ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલ ખાતે છેલ્લા ચાર વર્ષથી ફનફેરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલા આ ફન ફેરમાં ધોરણ 11 અને 12 આર્ટસ કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ બે દિવસીય ફન ફેરમાં વિદ્યાર્થીઓએ પોતાની જાતે જ વિવિધ પ્રકારના ફુલ સ્ટોલ, ફાઇન્ડ ધ વે, ફિલ ધ ગ્લાસ સહિતના ગેમ સ્ટોલ સહિત અનેક સ્ટોલ લગાવી વેપાર કર્યો હતો. સ્ટોલ પર શાળાના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને શિક્ષકોએ પણ ગ્રાહકની જેમ આવી ખરીદી કરતા વિદ્યાર્થીઓને વેપાર ધંધાનું પૂરતું પ્રેક્ટિકલ નોલેજ મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...