15માંથી 12 ફોર્મ રહ્યાં:ડીસામાં પ્રથમ દિવસે 3 ફોર્મ પરત ખેંચાયા; સોમવારે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

ડીસા18 દિવસ પહેલા

ડીસામાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાના પ્રથમ દીને 3 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. 15 ઉમેદવારી પત્રમાંથી 3 પરત ખેંચાતા 12 ઉમેદવારી પત્રો વધ્યાં છે.

ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચશે
ડીસા વિધાનસભા બેઠક માટે કુલ 17 વ્યક્તિઓએ 24 ફોર્મ ભર્યા હતા. જેમાં તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં હતા. જેમાં ડમી અને એક્સ્ટ્રા ફોર્મ બાદ કરતા કુલ 15 ફોર્મ બાકી રહ્યાં હતા. જેમાં આજે ઉમેદવારી પરત ખેંચવાના પ્રથમ દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. પ્રથમ દીને અપક્ષ ઉમેદવાર દિનેશ છત્રાલિયા, વિજય દવે અને પ્રવીણ ચૌહાણે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. હજુ સોમવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવાર ભરતજી ધુંખ પોતાનું ફોર્મ પરત ખેંચશે. જ્યારે આ સિવાય અન્ય કેટલા લોકો ફોર્મ પરત ખેંચે છે તેના પરથી સોમવારે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...