આવતીકાલે ફોર્મની ચકાસણી!:ડીસામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે 24 ઉમેદવારી ફોર્મ ભરાયા; આગામી 21 નવેમ્બરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

ડીસા3 મહિનો પહેલા

બનાસકાંઠામાં ડીસા વિધાનસભા બેઠક પર આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી કુલ 17 ઉમેદવારોએ 24 ફોર્મ ભર્યા હતા. આવતીકાલે આ તમામ ફોર્મની ચકાસણી થશે અને અધૂરી માહિતી કે ક્ષતિવાળા ફોર્મ રદ કરવામાં આવશે.

ડીસા બેઠક માટે કુલ 24 ફોર્મ ભરાયા
વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ફોર્મ ભરવાની આજે અંતિમ દિવસ પૂર્ણ થતા ડીસા બેઠક માટે કુલ 24 ફોર્મ ભરાયા હતા. ડીસા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી તેમજ વિવિધ પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો થઈ 17 વ્યક્તિઓએ કુલ 24 ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. હવે આવતીકાલે ફોર્મની ચકાસણી થશે અને 21 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય 21 નવેમ્બરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...