કાર્યક્રમ:બનાસકાંઠાના 238 ખેડૂતોએ વડાપ્રધાનની વિડીયો કોન્ફરન્સમાં ભાગ લીધો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે વડાપ્રધાનના ગરીબ કલ્યાણ સંમેલનનું જીવંત પ્રસારણનો અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં જીવંત પ્રસારણ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસામાં વડાપ્રધાનના ગરીબ કલ્યાણ સંમેલનનું જીવંત પ્રસારણ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડયા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી રાસાયણિક દવાઓ અને ખાતરોનો ઉપયોગ ઘટાડવો. જેથી કેન્સર જેવી જીવલેણ બિમારીઓનું પ્રમાણ પણ ઘટશે તેમજ ખેતી ખર્ચમાં ઘટાડો થઇ ખેડૂતોની આવકમાં વધારો થશે તે માટે વધુમાં વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો.

જ્યારે કેવીકેના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી તેમજ બનાસકાંઠા જિલ્લાના બે પ્રગતિશિલ ખેડૂત ભીખાભાઈ ભૂટકા અને પંકજભાઈ ગુજોર દ્વારા પ્રાકૃતિક ખેતીના અનુભવો ખેડૂતોને જણાવ્યા હતા. ત્યારબાદ સીમલા (હિમાચલ પ્રદેશ) થી વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય સ્તરના સંમેલનમાં વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. જેમાં વડાપ્રધાન આવાસ યોજના, પીવાના પાણીની ઉપલ્બધતા, ખોરાક, આરોગ્ય અને પોષણ, આજીવીકા અને નાણાકીય સમાવેશને આવરી લેતી વિશાળ શ્રેણીની યોજનાઓના લાભો વિશે વાર્તાલાપ થયો હતો.

આ કાર્યક્રમ થકી કિસાન સન્માન નિધિનો 12 મો હપ્તો વડાપ્રધાન દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રતિકભાઈ પઢિયાર, એમ.જી.ઉપલાણા, એ.કે.પઠાણ, આશાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...