ખેડૂતલક્ષી યોજનાનો કાર્યક્રમ:બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તાલીમ બાદ 234 ગામ દત્તક લેવાયાં

ડીસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસામાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક ખેતી તાલીમ વર્ગ યોજાયો
  • પાકૃતિક ખેતી સાથે સંકળાયેલા અધિકારીઓ અને ગ્રામ સેવકો ઉપસ્થિત રહ્યાં

ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખેડૂતલક્ષી યોજનાનો બુધવારે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી યોજવામાં આવ્યો હતો. દરેક અધિકારીઓએ બનાસકાંઠા જિલ્લાના 234 ગામ દત્તક લીધા છે.

ડીસા શહેરમાં આવેલ રોટરી ક્લબ ખાતે બનાસકાંઠા પ્લાન ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી સેમિનારનું બુધવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેની અધ્યક્ષતામાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી, બાગાયત, આત્મા તેમજ પશુપાલન ક્ષેત્રે ફરજ બજાવતા વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ તેમજ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા તમામ ગામના ગ્રામ સેવકો અભિયાનમાં જોડાયા છે અને દરેક અધિકારીઓએ બનાસકાંઠા જિલ્લાના 234 ગામ દત્તક લીધા છે. જેમાં દત્તક લીધેલા ગામોમાં અધિકારીઓ દ્વારા ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે કાર્યક્રમો કરવામાં આવશે. દરેક ગામ પ્રાકૃતિક ખેતી થકી મોડલ બને તે હેતુથી અધિકારીઓ દ્વારા ખેડૂતોને તાલીમ પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...