અટકાયત:ડીસાના ખરડોસણ નજીકથી 21 ઘેટાં બકરાં ભરેલું પીકઅપડાલું ઝડપાયું

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસાના ખરડોસણ નજીક થી ઘેટા બકરા ભરેલું જીપડાલુ ઝડપાયું હતું. - Divya Bhaskar
ડીસાના ખરડોસણ નજીક થી ઘેટા બકરા ભરેલું જીપડાલુ ઝડપાયું હતું.
  • યુવતીને ટક્કર મારી ડાલું રોડ નીચે ફંગોળાતા સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યું

ડીસાથી પાટણ તરફ ઘેટાં બકરાં ભરીને જતાં પીકઅપ જીપડાલાના ચાલકે ખરડોસણ નજીક યુવતીને હડફેટે લેતાં જીપડાલુ રોડની સાઈડમાં ઉતરી ગયું હતું અને સ્થાનિક લોકોએ દોડી આવી તપાસ કરતાં 21 જેટલા ઘેટા બકરા મળી આવ્યાં હતાં. આથી ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ડીસા-પાટણ હાઈવે રોડ પર આવેલ ખરડોસણ નજીક સોમવારે એક પિકઅપ જીપડાલાના ચાલકે રોડ પરથી પસાર થયેલ યુવતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જનાર જીપડાલા ચાલકે કાબુ ગુમાવતા ડાલું રોડથી નીચે ફંગોળાયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકો ઉમટી પડ્યા હતા અને યુવતી ને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી તેમજ અકસ્માત સર્જનાર પિકઅપ જીપડાલાના ચાલકને ઝડપી પાડી ડાલામાં તપાસ કરાતા ઘેટા બકરા ભરેલા હોવાનું સામે આવ્યું હતું.

જે બાદ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પિકઅપ જીપડાલામાં ભરેલા ઘેટા બકરા કતલખાને લઇ જવાનું સામે આવ્યું હતું. જે બાદ ડીસા તાલુકા પોલીસે ઘેટા બકરા ભરેલ પિકઅપ જીપડાલાને ડીસાની કાન્ટ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ઘેટા બકરાને સારવાર આપી તેમને માટે ખોરાકની વ્યવસ્થા કરી હતી. પોલીસે પિકઅપ ડાલાના ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...