12 જેટલા ઉમેદવારો સસ્પેન્ડ:ભાજપ સામે ચૂંટણી લડનાર બનાસકાંઠાના 2 નેતા સસ્પેન્ડ; ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવાર નોંધાવી હતી

ડીસા8 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટના પ્રબળ દાવેદાર એવા ભાજપના નેતાઓને ટિકિટ ના મળતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપના 12 નેતાઓને પક્ષે સસ્પેન્ડ કર્યા છે. જેમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને ધાનેરામાં અપક્ષ ઉમેદવારી કરનાર માવજીભાઈ દેસાઈ તેમજ ડીસા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને ડીસામાં અપક્ષ ઉમેદવાર નોંધાવનાર લેબજી ઠાકોરને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

બંને ઉમેદવારોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા
ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાંથી આજે ભાજપની સામે ઉમેદવારી કરનારા ભાજપના 12 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન અને ગત ચૂંટણીમાં ધાનેરા વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી હારેલા અને આ વખતના ધાનેરા વિધાનસભા બેઠકના પ્રબળ દાવેદાર એવા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજી દેસાઈએ પોતાને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમને ભાજપે આજે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જ્યારે ડીસા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને ડીસામાં ઠાકોર સમાજના મોટા નેતા ગણાતા લેબજી ઠાકોરે પણ ડીસા વિધાનસભા બેઠક માટે ભાજપ તરફથી ટિકિટ માંગી હતી. પરંતુ તેઓની ટિકિટ ન મળતા તેઓએ નારાજ થઈ ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળી સામે ડીસા વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી તેમને પણ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...