'ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા':ડીસાના સાયકલિંગ લવર્સ ગ્રુપના 15 સભ્યો સાયકલ યાત્રા કરી સાળંગપુર પહોંચ્યા, 48 કલાકમાં 309 કિમીનું અંતર કાપ્યું

ડીસા19 દિવસ પહેલા

ડીસાના સાઇકલીંગ લવર્સ ગ્રુપના 15 મિત્રો માત્ર 2 દિવસમાં ડીસાથી 48 કલાકમાં 309 કિમીનું અંતર કાપી સાળંગપુર દાદાના ધામે પહોંચ્યા હતા. 'ક્લીન ઇંડીયા, ગ્રીન ઇંડીયા'ના સૂત્રને સાર્થક કરવા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સાયકલ યાત્રા યોજી હતી.

ધોમધખતા તાપ અને ગરમીમાં પણ દાદાની દયાથી તમામ સાઇક્લીસ્ટો જય શ્રી રામ, જય બજરંગ બલીના નાદ સાથેની આ યાત્રા પુર્ણ કરી હતી. જેનો ઉદે્શ લોકોમાં સાઇકલીંગ પ્રત્યે જાગ્રુતિ આવે અને દરેક વ્યકતિ 'ક્લીન ઇંડીયા ,ગ્રીન ઇંડીયા'ના મંત્રને પોતાના જીવનનો ભાગ બનાવે તેવી અપીલ કરી હતી. આ ગ્રુપના સભ્યો 48 કલાકમાં 309 કિલોમીટરનું અંતર કાપી સાળંગપુર પહોંચ્યા હતા. સાયકલિંગલવર્સ ગ્રુપના આ યાત્રા અગાઉ પણ આવી લોંગ ડીસ્ટન્સની યાત્રાના આયોજન કરેલા છે અને ખુબ મોટી સંખ્યામાં રોજિંદી 30 કિમી સાઇકલ ચલાવે છે. આ અંગે સાયકલિસ્ટ શશીભાઈ શાહે જણાવ્યું હતું કે દરેક લોકોએ રોજ સાયકલ ચલાવી જોઈએ તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી ગ્રીન ઇન્ડિયા બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...