ડીસામાં જુગારીઓ બેફામ:એક જ રાતમાં 15 જુગરીયાઓ ઝડપાયા; LCBની ટીમે રસાણા ગામે ખેતરમાંથી 7 અને દક્ષિણ પોલીસે માર્કેટયાર્ડમાંથી 8 જુગરિયાઓ ઝડપ્યા

ડીસા2 મહિનો પહેલા

ડીસામાં પોલીસે બે અલગ અલગ જગ્યાએ રેડ કરી કોઈ 15 જુગારીઓને ઝડપી પાડ્યા છે. રસાણા ગામે એક ખેતરમાંથી મોડી રાત્રે LCBની ટીમે સાત જુગારીયાઓ અને જુગારના સાહિત્ય સહિત કુલ 37 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ માર્કેટયાર્ડમાં રેડ કરી એક પેઢીમાંથી આઠ જુગારીયાઓને પકડી પાડ્યા હતા.

જુગારીઓ
જુગારીઓ

અત્યારે જિલ્લાભરમાં LCB અને સ્થાનિક પોલીસની ટીમો શ્રાવણીયા જુગરિયાઓ પર તવાઈ બોલાવી રહી છે. રોજે રોજ અલગ-અલગ વિસ્તારમાંથી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડી જેલમાં ધકેલી રહી છે. જે અંતર્ગત ડીસા તાલુકાના રસાણા ગામ પાસે આવેલ એક ખેતરમાં જુગાર રમતા હોવાની માહિતી મળતા જ LCB ની ટીમે દરોડા પાડ્યા હતા અને વિષ્ણુજી ઠાકોરના ખેતરમાં તપાસ કરતા સાત શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જ્યારે એક શખ્સ પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે સાત જુગારીયાઓ તેમજ તેમની પાસેથી જુગારના સાહિત્ય, 4 મોબાઇલ સહિત 37 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ જુગરિયાઓને ડીસા તાલુકા પોલીસને સોંપ્યા છે. જ્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ મોડી રાત્રે માર્કેટયાર્ડમાં આવેલી 284 નંબરની પેઢીમાં દરોડા પાડ્યા હતા અને આઠ જુગારીયાઓ સહિત કુલ 52 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...