ખાડાઓનું સામ્રાજ્ય:સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પાંથાવાડામાં બનેલો રોડ બિસમાર

પાંથાવાડા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંથાવાડા ડેરીથી ધનિયાવાડા તરફ જવાના રોડ પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય

દાંતીવાડા તાલુકામાં આવેલ પાંથાવાડામાં આદર્શ ગ્રામ યોજના હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાખોના ખર્ચે પાંથાવાડા ડેરી ત્રણ રસ્તાથી ધનિયાવાડા જવાના રસ્તા સુધી રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં કેટલાય વર્ષોથી ખાડાઓ પડેલા છે છતાં તંત્ર દ્વારા આ ખાડાઓ પૂરવામાં આવતા નથી. આ રોડ ઉપર ખાડા હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાય છે. તંત્રને ધ્યાને દોરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે.

દાંતીવાડા તાલુકાના સૌથી મોટી ગ્રામ પંચાયત ધરાવતું પાંથાવાડા ગામ દશ હજારથી વધુ વસ્તી ધરાવે છે. સાંસદ હરિભાઈ ચૌધરી દ્વારા પાંથાવાડાને તમામ સુવિધાઓ મળી રહે તે માટે આદર્શ ગામ યોજના હેઠળ અનેક વિકાસના કામો કરાયા હતા. જેમાં પાંથાવાડા ડેરી ત્રણ રસ્તા પાસેથી ધનિયાવાડા તરફ જવાના રોડ સુધી લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ ઉપર કેટલાય સમયથી મોટા ખાડા પડ્યા છે. અનેકવાર બાઈક ચાલક તેમજ ખેડૂતોના પોતાના ટ્રેક્ટરો પણ આ ખાડામાં ભોગ બનેલા છે. ટ્રેક્ટર પણ પલટી મારી જાય છે. જેના કારણે ખેડૂતો ટ્રેકટરની પાછળ ટોલીમાં લઇ જતા બોરીઓમાં પડેલ ખેતીનો માલ પણ પલળી જાય છે.

લોકોએ રજૂઆત કરવા છતાં તંત્ર હજી સુધી ધ્યાને લેતું નથી. લોકોએ અનેકવાર રજૂઆત કરી પણ તંત્ર દ્વારા ખાડા પૂરવામાં નિષ્ક્રિયતા છે. કરોડો રૂપિયા ખર્ચની સરકાર દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ઠેરઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે. ખાડામાં ગટરનું પાણી ભરવાના લીધે ખાડો ન દેખાવાના કારણે ગાડી તેમજ બાઈકને મોટું નુકસાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...