સુવિધા:સરકારે દાંતીવાડા સાથે તાલુકાના લોકોને સામુહિક આરોગ્ય કેન્દ્રની ભેટ આપી

દાંતીવાડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાશ... હવે ઘર આંગણે જ 40 ગામના લોકોને નજીકમાં આરોગ્ય સેવા મળશે
  • દાંતીવાડા તાલુકાના 40 થી વધુ ગામોને આરોગ્યલક્ષી સુવિધાનો લાભ મળશે

ગુજરાત સરકારના દ્વારા દાંતીવાડા તાલુકા મથક ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ને અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) મંજૂર કરવામાં આવ્યું હતું. જેથી દાંતીવાડા આસપાસના 40 થી વધુ ગામોની પ્રજાને ઘર આંગણે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે.

દાંતીવાડા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ધાનેરા વિધાનસભાના આગેવાન માવજીભાઈ દેસાઈ સહિત સ્થાનિક આગેવાનોએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આથી દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવતાં પ્રજામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

ગુરૂવારે ધાનેરાના શિયા ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલને દાંતીવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) મંજુર કરવા બદલ ધાનેરા વિધાનસભાના આગેવાન માવજીભાઈ દેસાઈ, બનાસબેંક ચેરમેન સવસીભાઈ ચૌધરી, દાંતીવાડાના પૂર્વ પ્રમુખ આહજીભાઈ પરમાર, મહામંત્રી તેજાજી મારવાડીયા, કારોબારી ચેરમેન જયંતિભાઈ બોચાતર, ડેપ્યુટી સરપંચ અર્જુનભાઈ રબારી, અલ્પેશભાઈ ઠાકોર-ગોઢ સહિતના આગેવાનોએ સ્વાગત કરી આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...