પરીક્ષા રદ કરવા રજૂઆત:દાંતીવાડા યુનિ.ની વર્ગ-3 ખેતી મદદનીશની પરીક્ષામાં લાંબા સમય બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી

દાંતીવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ઓગષ્ટ-2021 ના યોજાયેલ પરીક્ષા રદ કરવા રજૂઆત કરાઈ હતી

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 4 ઓગષ્ટ-21 ના રોજ લેવાયેલી વર્ગ-3 ની ભરતીની પરીક્ષાથી વિવાદ થતા ઉમેદવારોએ આવેદનપત્રો સહિત સરકારમાં પણ રજુઆત કરી હતી. અને જે તે સમયે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો હતો.

જેના કારણે છેલ્લા કેટલાય સમયથી આ પરીક્ષામાં પસંદગી પામેલ ઉમેદવારોનું વેરિફિકેશન કરવામાં આવ્યું ન હતું. જે 11 મહિના બાદ આ વિવાદિત ભરતીના ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં જાહેરાત કરવામાં આવતા યુનિવર્સિટી સામે અનેક વેધક સવાલો ઉભા થયા છે.

4 ઓગસ્ટ-2021 ના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ખેતી મદદનીશની 43 અને ખેતી અધિકારીની 15 મળી કુલ 58 જગ્યા માટે વર્ગ-3 ની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ઉમેદવારો અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે પરીક્ષા આપવા ગયા હતા પણ ત્યાં ગયેલા ઉમેદવારોને પરીક્ષામાં કંઈક અજગતું લાગતા તેમને દાંતીવાડા મામલતદાર, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સહિત જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપી સરકારમાં રજુઆત કરી આ ભરતી રદ કરી નવેસરથી પારદર્શક યોજવાની માંગણી કરી હતી.

સમગ્ર બાબતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ રવિન્દ્રસિંહ ચૌહાણનો મોબાઈલ પર સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. જ્યારે યુનિ. ના રજીસ્ટાર જે.આર.વડોદરિયાએ પણ ફોન પર વાત કરતા તેઓ જણાવ્યુ હતું કે ‘મંત્રાલયમાંથી સુચના મળી છે એટલે ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા હાથ ધરી છે.’

ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અનેક તર્કવિર્તક વહેતા થયા છે.અરજદાર વિપુલભાઈ જોશીએ જણાવ્યું કે સરકારમાં રૂબરૂ જઈ લેખિત રજુઆત કરી છે. આ બાબતે વિદ્યાર્થી સેનાના ગુજરાત પ્રમુખ અમદાવાદ વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે ‘આ ભરતીની ગેરરીતિઓ બાબતે મેં સરકારમાં લેખિત જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...