તાપમાન:ઉત્તર ગુજરોતમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમી, ઉકળાટથી રાહત નહીં મળે

દાંતીવાડા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હિંમતનગર 42.6 ડિગ્રી તાપમાન સાથે ઉત્તર ગુજરોતનું સૌથી ગરમ

અસાની વાવાઝોડાની અસર પૂરી થતાં ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે માત્ર 2 દિવસમાં હવામાં ભેજનું પ્રમાણ 10 થી 25 ટકા સુધી વધ્યું છે.

શનિવારે સવારે 71 ટકા અને બપોરે 31 ટકા ભેજ રહેતાં ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. બીજી બાજુ બદલાયેલી પવનની દિશાના કારણે શનિવારે મુખ્ય 5 શહેરોના તાપમાનમાં અડધા ડિગ્રીની વધ-ઘટ થતાં તાપમાન 40.6 થી 42.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. 42.6 ડિગ્રી સાથે હિંમતનગર સતત ત્રીજા દિવસે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

મહેસાણામાં 41.5 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. અસહ્ય ગરમી અને ભારે ઉકળાટના કહેરના કારણે લોકો અકળાઇ ઊઠ્યા હતા.

દાંતીવાડામાં ગરમીથી બાળકીને ખેંચ આવી
દાંતીવાડાના ફતેપુર ગામમાં 8 વર્ષિય કોમલ શ્રવણભાઇ ચૌહાણ સવારે 11 વાગે રમતી હતી. ત્યારે અચાનક હિટ સ્ટ્રોકના લીધે ખેંચ આવતાં દાંતીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દાંતીવાડા 108 ને જાણ કરાતાં 108ની ટીમનાં ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન મેહુલભાઈ બાજગ તથા પાઇલોટ દલપતભાઈ દેવડા સ્થળ પર પહોંચ્યા ત્યારે બાળકીને ખેંચ ચાલુ હતી. દાંતીવાડામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ડીસા ખાતે હોસ્પિટલ માટે રીફર કરવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...