નબળી કામગીરી:દાંતીવાડા ડેમમાં પાણી નાખવાની પાઈપ લાઇનની કામગીરીમાં વેઠ,રપટ ધોવાયો

દાંતીવાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોન્ટ્રાક્ટરે કરલે નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. - Divya Bhaskar
કોન્ટ્રાક્ટરે કરલે નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે.
  • પથ્થર સિમેન્ટની ફરી કરેલી કામગીરી દબાઈ ખાડા પડી ગયા

દાંતીવાડા તાજેતરમાં ડેમમાં જે નર્મદાની પાઈપ લાઇન વડે પાણી નાંખવામાં આવી રહ્યું તે જગ્યાએ પાઇપલાઇનમાંથી પાણી વહી રહ્યું છે. જે પાઇપલાઇનની સુરક્ષા માટે બનાવેલ નવીન રપટ સહિતના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનું સામે આવ્યું છે.

નર્મદાની પાઈપલાઇનનું પાણી દાંતીવાડા ડેમમાં આવે છે તે જગ્યાએ અગાઉ પણ લાખો રૂપિયાના ખર્ચે રપટ બનાવવામાં આવ્યો હતો અને જે એટલો હલકી કક્ષાનો બનાવ્યો હતો કે જે તે વખતે પાઇપ લાઈનમાં પાણી ચાલુ કર્યું તે દિવસે જ સમગ્ર રપટ તૂટી પાણીમાં ધોવાઈ ગયો હતો.

જે સમગ્ર કામમાં ગેરરીતિ આચરાઇ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે લાખો રૂપિયાના ખર્ચે નવીનકરણ કરવામાં આવ્યું હતું તેમાં પણ ઠેરઠેર ગાબડાં પડવા લાગ્યા છે. દાંતીવાડા ડેમમાં નર્મદાના નીરને પાઈપલાઈન વડે ડેમમાં જરૂરિયાત સમયે છોડવામાં આવે છે.

જે છેલ્લા ત્રણ દિવસ ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે જે જગ્યાએ આ પાણી ડેમમાં નાખવામાં આવ્યું છે તે જગ્યાએ કરવામાં આવેલ આરસીસી તેમજ પથ્થર સિમેન્ટની કામગીરીનો આખો ઉપરનો ભાગ દબાઇ ગયો છે. જેના લીધે કોન્ટ્રાક્ટરે કરલે નબળી કામગીરીની પોલ છતી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...