દાંતીવાડા તાલુકાના જોરાપુરા (લોડપા) ગામે ઇકો ચાલકે દૂધ લેવા નીકળેલા વૃદ્ધને ટક્કર મારી હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે ઇકોચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવને લઈ ચકચાર મચી છે.
આ અંગે મળતી માહિતી મુજબ દાંતીવાડા તાલુકાના જોરાપુરા (લોડપા) ગામના ભુરસિંહ હરિસિંહ રાજપુત (ઉ.વ. 85) મંગળવારે સાંજે ઘરેથી ગામમાં આવેલી દુકાને દૂધની થેલી લેવા ગયા હતા. જેઓ ગામમાં હનુમાનજી મંદિરની દિવાલની બાજુમાં ઊભા હતા તે વખતે ઈકો ગાડી નંબર જીજે. 24. એ. એફ. 4350ના ચાલકે ગાડી રિવર્સ લઈ ટક્કર મારી હતી.જેમાં ભુરસિંહને ગંભીર ઇજાઓ થઈ હતી.
જેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે તેમના પુત્ર મફતસિંહ રાજપૂતે દાંતીવાડા પોલીસ મથકે ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વૃદ્ધનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.