દાંતીવાડા ડેમમાં રોજના ચાર પાંચ પક્ષીઓના શિકાર કરાતો હોવાનો વિડિયો વાયરલ થયાનો મામલો ઉગ્ર બન્યો છે. ડેમમાં નિર્દોષ પક્ષીઓના શિકાર કરવા બદલ જીવદયા પ્રેમીઓએ માછીમારી કરાવતા ઇજારદારે તંત્રને અંધારમાં રાખી ડેમમાં જ મોટાપાયે બાંધકામ કરી વીજ જોડાણ ગેરકાયદે મેળવેલ હોવાનું જણાવ્યું છે, તેમજ તેઓએ આ વીજ જોડાણ તાત્કાલિક કાપી નાખવા ઉત્તર ગુજરાત વીજ કંપની.લી ની ઓફિસમાં લેખિતમાં અરજી કરી રજૂઆત કરી છે.
દાંતીવાડા ડેમમાં પક્ષીઓના શિકાર તપાસના મામલામાં સ્થાનિક વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મુકેશ માળી ગુનગરોને બચાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય એવી શંકાઓ ઉભી થઇ છે. તેઓને પક્ષીઓના શિકાર કરનાર મુખ્ય આરોપી અને ડેમમાં માછીમારી કરાવવા જેના નામનું ટેન્ડર છે,તે ઇજારદારને ઝડપી પાડવા મામલે મોબાઈલ સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું,કે હજી તપાસ ચાલુ છે, તેમજ હાલમાં મેનેજરની અટક કરી જામીન પર મુક્ત કરાયેલ છે,અટક કરાયેલ આરોપીનું માત્ર પ્રાથમિક નિવેદન લીધું છે.
બીજા નિવેદનમાં મુખ્ય ઇજારદારનું નામ આવી જશે તેવું જણાવ્યું હતું.હાલમાં ડેમમાં પક્ષીઓના શિકાર કરનાર મુખ્ય આરોપી વનવિભાગની પકડથી દૂર છે.આ બાબતે દાંતીવાડા યુ.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડેમમાં માગણી મુજબ ટેમ્પરેલરી થ્રિ ફેજ લાઈટ આપવામાં આવી હતી.આજ અરજી મળી છે તો તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.