DDO, કલેકટરને લેખિત રજૂઆત:ડાંગિયામાં મંદિરની જમીનમાં દબાણ મામલે બિલ્ડીંગનું બાંધકામ અટકાવ્યું

દાંતીવાડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક જગ્યાની જમીન બચાવવા 300 થી વધુ લોકોએ સહીઓ કરી, DDO, કલેકટરને લેખિત રજૂઆત કરશે

દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામે ધાર્મિક જગ્યાની જમીનમાં ગેરકાયદે દબાણ કરી પંચાયત ભવન ઉભું કરવાના મામલે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ વિઝીટ કરી બાંધકામની કામગીરી પર રોક લાગવી દીધી છે.દાંતીવાડાના ડાંગિયા ગામમાં ધાર્મિક જગ્યાએ પંચાયતના જવાબદાર સત્તાધીશો દ્વારા ગામમાં સરકારે મંદિર માટે ફાળવેલી જગ્યામાં બાંધકામ કરાયું હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજુઆત કરતા ભારે વિવાદ વકર્યો છે.

ધાર્મિક જગ્યાએ બાંધકામ મામલે ગામ લોકોએ પણ અરજદારને સહકાર આપી 300 થી વધુ લોકોએ સહીઓ કરી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આપવાની ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે હવે ગામ લોકો પણ આ ધાર્મિક જગ્યા પર ફરી કામ ચાલુ ન થાય તે માટે રજુઆત કરવા પહોંચવાના છે.

ગામના સામાજિક આગેવાન અને મંદિરના ગાદીપતિ વિજયપુરી મહારાજ પણ મંદિરની જમીન બચાવવા વાહરે આવ્યા હતા. આમ દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાએ જણાવ્યું હતું કે, ‘સ્થળ તપાસ કરી અત્યારે કામ બંધ કરવાની સૂચના આપી છે. જમીનની માપણી કદાચ કરાવવી પડે એવી છે એટલે નિર્ણય હજુ કઇ થયો નથી.’

અન્ય સમાચારો પણ છે...