દાંતીવાડા ડેમમાં દુર્લભ નિર્દોષ પક્ષીઓના શિકાર કરતાના વાયરલ વિડિયો મામલે સ્થાનિક વનવિભાગના અધિકારી ગુનેગારોને છાવરતા હોવાથી હિન્દુ સ્વરાજ સેના સંગઠન રોષે ભરાતા બુધવારે મામલતદારને આવેદનપત્ર આપી ઉચ્ચ કક્ષાએથી કડક કાર્યવાહીની માંગ કરી છે.ગુનામાં વપરાયેલ જે પેટ્રોલ બોટ હતી અને આરોપી પણ ખુદ કહી રહ્યો છે કે આ બોટ પેટ્રોલથી ચાલે છે. છતાં તપાસ અધિકારીએ પેટ્રોલ બોટની જગ્યાએ એક ભંગાર બોટ કબજે કરી સંતોષ માની લેતા અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે.
દાંતીવાડા જળાશયમાં એક પરપ્રાંતીય યુવક દ્વારા પક્ષીઓનો રોજ શિકાર કરતો હોવાનો ખુલાશો કરતો વીડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો હતો. પક્ષીઓના શિકાર કરતા વિડિયો જોઈ સ્થાનિક વનવિભાગના આર.એફ.ઓ. મુકેશ માળી ટીમ સાથે સ્થળની મુલાકાત લઈ ઇજારદારના મેનેજર ઈલિયાસ નાગોરી અને ફરાર પરપ્રાંતીય મદન ઉપર ગુનો નોંધી ગુનાના કામે વપરાયેલ જૂની ભંગાર બોટ કબજે કરી સંતોષ માની લીધો છે. વનવિભાગની ગુનેગારોને છાવરવાની નીતિને લઇ હિન્દુ સ્વરાજ સંગઠન સેના પણ રોષે ભરાતા બુધવારના મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચી માછીમારી કરાવનાર ઇજારાદાર તેમજ ફરાર શિકાર કરનાર આરોપીને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા તેમજ ડેમમાં માછીમારી કરવાના હેતુ માટે જે શરતો અને બોલીઓથી ઈજારો આપ્યો છે તે શરતોનો ઇજારદાર વારંવાર ભંગ કરી દુર્લભ અબોલ જીવ પક્ષીઓનો શિકાર કરવામાં આવતા હોવાથી ઈજારો રદ કરવાની માંગ કરી હતી.આ બનાવની ચકચાર જાગી છે.
ઇજારદાર સામે કોઈ કાર્યવાહી નહીં
દાંતીવાડા ડેમમાં માછીમારી કરતો એક પરપ્રાંતીય યુવક પક્ષીઓનો રોજ શિકાર કરતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક વનવિભાગ મોડેમોડા હરકતમાં આવી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસ અધિકારી મુકેશ માળીએ માત્ર મેનેજરની અટકાયત કરી ત્વરિત છોડી મૂક્યો હતો. જ્યારે મુખ્ય આરોપી મદન હજી સુધી ફરાર છે અને ડેમમાં ઇજારદાર તરીકે જેની સંપૂર્ણ જવાબદારી આવે છે તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. ગુનામાં વપરાયેલ જે પેટ્રોલ બોટ હતી અને આરોપી પણ ખુદ કહી રહ્યો છે કે આ બોટ પેટ્રોલથી ચાલે છે. છતાં તપાસ અધિકારીએ પેટ્રોલ બોટની જગ્યાએ એક ભંગાર બોટ કબજે કરી સંતોષ માની લેતા અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.