કામગીરી:દાંતીવાડા બીએસએફ કેમ્પસ પર ડ્રોન ઉડતાં હડકંપ, કેમેરામેન પાસેથી ડેટા ડિલિટ કરાવ્યો

દાંતીવાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીએસએફે ડ્રોન ઉડાડનાર ત્રણ યુવકોને ઝડપી પૂછપરછ હાથ ધરતા વિલેજ સર્વેની કામગીરી કરતા હોવાનું માલુમ પડ્યું

દાંતીવાડા બીએસએફના ઉપર શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળતા બીએસએફ શનિવારના વહેલી સવારે હરકતમાં આવતા તપાસ હાથ ધરી હતી. જેમાં ડ્રોન ઉડાડનાર યુવકોની પૂછપરછ માટે પકડી કેમ્પ ખાતે લવાયા હતા. જેમાં બીએસએફના અધિકારીઓ દ્વારા જીણવટ પૂર્વક પૂછપરછ હાથ ધરતા તેઓ ગવર્મેન્ટ દ્વારા વિલેજ સર્વે કરતા હોવાનું જણાઇ આવ્યું હતું.

ત્રણ દિવસથી દાંતીવાડા બીએસએફ કેમ્પના પ્રતિબંધિત વિસ્તારમાં ઉપર આકાશમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. જેથી હલચલ મચી જવા પામી હતી. બીએસએફના અધિકારીઓ દ્વારા ડ્રોન ઉડાડનાર વ્યક્તિઓની શોધખોળ હાથ ધરી હતી. જે ત્રીજા દિવસે વહેલી સવારે પણ આ ડ્રોન બીએસએફ કેમ્પ ઉપર આકાશમાં ઉડી રહ્યું હોવાનું દેખાઈ આવ્યું હતું.

જે બાદ બીએસએફના અધિકારીઓ દ્વારા તાત્કાલીક તપાસ હાથ ધરતા તાલુકાના નીલપુર ગામથી ડ્રોન ઉડાડનાર યુવકો મળી આવ્યા હતા. જેમને બીએસએફના જવાનોએ પકડી પાડી કેમ્પ ખાતે લાવ્યા હતા. પકડાયેલ યુવકોમાં એક ગાડીનો ચાલક અને બે ડ્રોન ઉડાડનારની બીએસએફના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરતા તેઓ સરકારની ગામ સર્વની કામગીરી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. જે સર્વેની કામગીરી કરનાર યુવકોની ખરાઈ કરવા તાલુકા પંચાયત વિભાગના અધિકારીને બીએસએફ દ્વારા જાણ કરાઈ હતી. જેમાં સર્કલ અને તલાટી બીએસએફ કેમ્પ પહોંચી વિલેજ સર્વે કરનારની ખરાઈ કરી હતી. જે બાદ પ્રતિબંધિત વિસ્તારમાં ઉડાડેલા ડ્રોનના તમામ ડેટા નાસ કરી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...