ચકાસણી પ્રક્રિયા:દાંતીવાડા કૃષિ યુનિ.ની વિવાદીત વર્ગ-3ની ભરતીમાં લાગવગીયા ઉમેદવારોને ઓર્ડર આપવા ધમપછાડા

દાંતીવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિના આદેશથી કુલસચિવે ડોક્યુમેન્ટ ચકાસણી આ પ્રક્રિયા હાથ ધરી
  • સિલેક્ટ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 17 જુલાઈ જગુદણ બોલાવ્યા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વર્ગ-3 ની વિવાદીત ભરતી 11 મહિના બાદ કુલપતિની સૂચનાથી કુલસચિવે જાહેખબર આપી ઉમેદવારોના ડોક્યુમન્ટ ચકાસણી માટે સૂચન કરતા વિવાદ વકર્યો છે.અરજદાર વિપુલભાઈ જોશીએ 11 જુલાઈએ કૃષિ મંત્રીને રજૂઆત કરી ભરતીની પ્રક્રિયા સ્થગિત કરવા માંગ કરી છે. કૃષિ યુનિવર્સિટીમાં 58 જગ્યા માટે ખેતી અધિકારી અને ખેતી મદદનીશની કોમ્પ્યુટર અને બેઇઝડ ટેસ્ટ તા.4 ઓગસ્ટ 21 માં લેવાઈ હતી. જોકે પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપ થતા આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી.

ત્યારે 11 મહિના બાદ ફરી યુનિવર્સિટીના કુલપતિના આદેશથી કુલસચિવે ડોક્યુમેન્ટ ચકાસણી આ પ્રક્રિયા હાથ ધરી લાગવગીયા ઉમેદવારોના ઓર્ડર કરવા ધમપછાડા કરી રહ્યા છે.કુલસચીવે 17 જુલાઇના પરીક્ષામાં લાયલ ઠરેલ ત્રણ ગણા ઉમેદવારોને બાગાયત વિભાગ મહેસાણાના જગુદણ ખાતે વેરીફીકેશન માટે બોલાવવામાં આવ્યા છે.

કુલપતિ રવિન્દ્ર ચૌહાણ બીજનીગમના બનાવટી સર્ટી બનાવી નોકરી મેળવ્યાના વિવાદમાં ફસાયા છે અને અગાઉ 13/14 માં થયેલી ભરતીમાં પણ પોતે દોષિત સાબિત થયેલ છે.રવીન્દ્રસિંહ ચૌહાણ કુલપતિ બનતા જ નવી ભરતી હાથ ધરી હતી,તેમાં પણ તેમની સામે ભરતી મામલે અનેક ફરિયાદો ઉઠી છે.

ખેતી અધિકારી અને ખેતી મદદનીશની ભરતી 4 ઓગસ્ટ 2021 માં યોજાઈ હતી.તેમાં પણ ઉમેદવારોએ 15 લાખ રૂપિયામાં સેટિંગ કરી પરીક્ષા પાસ કરી હોવાની અને પાસ થનારા ઉમેદવારોએ એડવાન્સમાં ડોક્યુેન્ટ સાથે પાંચ લાખ ચૂકવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.

અરજદારે સરકારમાં રજુઆત કરી
ભરતી માટે અગાઉ સરકારમાં રજૂઆત કરી છે છતાં પણ યુનિવર્સિટી દ્વારા તેની પ્રકિયા હાથ ધરવામાં આવી છે જે બાબતની 11 જુલાઈ સોમવારના કૃષિમંત્રી અને વિભાગમાં રુબરુ મળી રજૂઆત કરી આ ભરતી પ્રકિયા બંધ કરવા વિનંતી કરી છે.તેવું સ્થાનિક અરજદાર વિપુલ જોષીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...