ફરિયાદ:દાંતીવાડા ડેમમાં પક્ષીઓના શિકાર મામલે પરપ્રાંતિય શખ્સ - મેનેજર સામે ફરિયાદ

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેનેજરની અટકાયત કરી જામીન ઉપર મુક્ત કરતાં જીવદયા પ્રેમીઓમાં રોષ
  • માછીમારીની આડમાં પક્ષીઓનો શિકાર કર તો હોવાનો વીડિયો વાયરલ થયો હતો

દાંતીવાડા ડેમ વિસ્તારમાં માછીમારીની આડમાં પક્ષીઓનો શિકાર કરવામાં આવતો હોવાના વાયરલ વિડિયો અંગે વન વિભાગે તપાસ કરી શિકાર કરતો પરપ્રાંતિય શખ્સ સહિત ઠેકેદારના મેનેજર સામે ફરિયાદ નોંધી હતી. જોકે, મેનેજરની અટકાયત કરી જામીન ઉપર મુક્ત કરતાં જીવદયા પ્રેમીઓમા રોષની લાગણી ફેલાઈ છે.

દાંતીવાડા ડેમ વિસ્તારમાં માછીમારીની આડમાં પક્ષીઓનો શિકાર કરવામાં આવતો હોવાના વાયરલ વિડિયો અંગે વન વિભાગે તપાસ કરી હતી. જેમાં સ્થાનિક વનવિભાગ હરકતમાં આવીને માછીમારી કરાવતા ઠેકેદારના મેનેજર નાગોરી ઈલિયાસખાન ફેજમહમદખાન અને ફરાર પરપ્રાંતીય મદન નામના યુવક સામે ફરિયાદ નોધી હતી. ઈલિયાસખાન નાગોરીની અટકાયત કરી થોડા જ કલાકમાં જામીન ઉપર મુક્ત કરી સંતોષ માની લેતા જીવદયા પ્રેમીઓમાં રોષ ઉદભવ્યો છે.

હિંદુ સ્વરાજ સેનાના પ્રમુખ રોનક ઠકકરે જણાવ્યું કે દાંતીવાડા ડેમમાં અબોલ જીવ પક્ષીઓના શિકાર કરવાના મામલે કાયદાકીય મામલે લડાઈ લડીને પણ ગુનેગારોને કડક સજા કરાવીશુ઼. સરપંચ રણજીતસિંહ વાઘેલાએ જણાવ્યું કે માછીમારી કરતા રાજ્ય બહારના આવા માછીમારો પક્ષીઓ સાથે અન્ય પ્રાણીઓના પણ શિકાર કરતા હોવાની ફરીયાદો મળી છે. જેથી ગુનામાં સંડોવાયેલા માછીમારી કરાવનાર ઠેકેદારની પણ જવાબદારી નક્કી કરી તેનું ગુનામાં નામ ઉમેરી આવું કૃત્ય કરી કરાવનાર ઠેકેદારનો ઈજારો રદ કરાય.

નિવેદનના આધારે આગળની કાર્યવાહી થશે
વાયરલ થયેલા વીડિયોની સ્થળ તપાસ કરતા તે ડેમ વિસ્તાર આવેલ છે. વીડિયોમાં જે માણસ દેખાઈ આવે છે તે મળી આવેલ નથી ફરાર છે. માણસને લાવનાર ઈલિયાસખાન નાગોરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનામાં વપરાયેલો મુદ્દામાલ પણ જપ્ત કરી નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મુકેશ માળી (આર.એફ.ઓ - દાંતીવાડા રેન્જ)

અન્ય સમાચારો પણ છે...