કૃષિ:ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ફાળો 24 ટકા

દાંતીવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યપાલે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ત્રિદિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો

ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ફાળો 24 ટકા જેટલો છે. રાસાયણિક કૃષિના કારણે જળ- જમીન અને પર્યાવરણ દૂષિત થઈ ગયાં છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહ્યો હોવાને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જમીન બંજર બની રહી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકના અંધાધુંધ ઉપયોગથી દૂષિત અનાજ આરોગવાથી લોકો કેન્સર, ડાયાબિટીઝ, હૃદયરોગ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. તેમ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં રાજ્યપાલે જણાવ્યું હતું.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ ઓન નેચરલ ફાર્મિંગ ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એન્ડ નેશનલ પ્રોસ્પેરીટીનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે રાસાયણિક કૃષિથી મુક્તિ મેળવી ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ આજના સમયની આવશ્યકતા છે. રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ માર્ગ છે.

પ્રાકૃતિક પધ્ધતિમાં એક દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્‍મજીવો હોય છે. ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. ગાય ખેડુતો માટે આશીર્વાદરૂપ છે. એક ગાયથી 30 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે.પ્રાકૃતિક કૃષિમાં છાણ-ગૌમૂત્રથી બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. ગાયના છાણ-ગૌમૂત્ર- બેસન- ગોળ અને માટીના પાણીમાં બનાવેલા મિશ્રણથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...