ધ બર્નિગ કાર:કુચાવાડા હાઇવે પર કાર સળગી, 4નો આબાદ બચાવ

પાંથાવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા કુચાવાડા સ્ટેટ હાઇવે પર સોમવારે અમદાવાદનો જૈન પરિવાર પોતાની જીજે 01 ડબલ્યુ એફ 3136 ગાડી લઈને રાજસ્થાનના જીરાવાલા ગામે દર્શન કરવા જઈ રહ્યો હતો.દરમિયાન સોમવારે સાંજના સમયે કુચાવાડા હાઇવેની રામદેવ હોટલ નજીક અચાનક ગાડીમાં આગ લાગતા પરિવાર ઘભરાઈ ગયો હતો.

સમુસૂચક્તા દાખવી ગાડીમાંથી હેમખેમ બહાર નીકળ્યો હતો.જોકે, આગ વધુ લાગતા ગાડી સળગી ગઈ હતી.ગાડીનો ધુમાડો એટલો ભયંકર હતો કે આજુબાજુના લોકો દોડી આવી પાણી નાખવામાં આવતા છતાં આગ કાબુમાં ના આવતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.જોકે પરિવારમાં રોહીતભાઈ, તેમની પત્ની હીરલબેન તેમજ શાનવી અને નિસીહીનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...