વિરોધ:લમ્પી વાયરસના કહેર વચ્ચે દાંતીવાડા કામધેનુ યુનિ.ના પશુ ડોક્ટરોની હડતાળ

દાંતીવાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 4200 જેટલું ભથ્થું ચૂકવવાના મુદ્દે વિદ્યાર્થીઓએ શરૂ કરેલી લડત હવે આક્રમક

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ઇન્ટરશીપ ડોક્ટરોને બીજા રાજ્યોની સરખામણી સરખામણીમાં ઘણું ઓછું એટલે કે રૂપિયા 4200 જેટલું ભથ્થું ચૂકવવાના મુદ્દે વિદ્યાર્થીઓ શરૂ કરેલી લડત હવે આક્રમક બનતી જાય છે.

વેટરનરી કોલેજના કોલેજના વિદ્યાર્થીઓએ મંગળવારથી અનિશ્ચિતકાલીન હડતાલ શરૂ કરી છે કામધેનુ યુનિવર્સિટીની આણંદ સહિતની ચારે કોલેજના ઇન્ટરશીપના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને ક્લિનિકલ કામનો બહિષ્કાર કર્યો છે. પશુઓમાં ફેલાયેલા લંપી વાયરસના કહેર વચ્ચે હડતાલમાં જોડાયા છે જો થોડા સમયમાં જ બધું રૂપિયા 4200 થી વધારીને 18,000 નહીં કરાય તો વધુ આક્રમક પગલાં ભરવા મજબૂર થવાની ચીમકી આપી છે.

તેમજ ઇન્ટરશીપના વિદ્યાર્થીઓએ કોલેજ સંકુલમાંથી જ રેલી કાઢી સૂત્રોચાર કર્યા હતા અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની પશુચિકિત્સક અને પશુપાલન મહાવિદ્યાલય ખાતે સૂત્રોચાર અને બેનરો સાથે ઉગ્ર પ્રદર્શન કર્યું હતુ.વિદ્યાર્થીઓએ હાલના રૂપિયા 4200 ભથ્થામાં વધારો કરીને રુપિયા 18,000 કરવાની માંગ કરી જ્યાં સુધી આ અંગે સરકાર તરફથી લેખિત બાયધરી ન અપાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે કામધેનુ યુનિવર્સિટીની દાંતીવાડા વેટનરી કોલેજ, આણંદ વેટનરી કોલેજ તેમજ જુનાગઢ,નવસારીમાં કાર્યરત વેટનરી કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ટરશીપ ભથ્થામાં વધારો કરવા માટે દોઢ વર્ષથી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...