જામીન અરજી નામંજૂર:અમદાવાદ CID ક્રાઇમની ગાડી ત્રીજા દિવસેય ગુમ,મુદ્દામાલ સંતાડતા પોલીસ શંકાના દાયરામાં

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ સાથે ઝડપાયેલા કોન્સ્ટેબલની કરતૂતોનો છૂપાવવા પોલીસ મેદાનમાં
  • આરોપી કોન્સ્ટેબલ ડ્રાઇવર અને તેના ભાઈના રિમાન્ડ પૂરા, જામીન અરજી નામંજૂર થતાં સબજેલ ધકેલાયા

દારૂ સાથે ઝડપાયેલા CID ક્રાઇમ ડીવાયએસપીના ડ્રાયવરની કરતૂતોનો છૂપાવવા મેદાને પડેલા પાંથાવાડા પોલીસે દારૂની હેરાફેરીમાં વપરાયેલી પોલીસ ગાડીની કિંમત પણ દર્શાવી ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વાધોર ચોકડી નજીકથી CID ક્રાઈમના DYSPની સરકારી બોલેરોમાં રાજસ્થાનમાંથી 17 પેટી વિદેશી દારૂ ભરીને ઝડપાયેલા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ અને તેના કુટુંબીક ભાઈને ઝડપાયાના મામલામાં પોલીસની સાપે છછુંદર ગળ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.

અમદાવાદ CID ક્રાઈમના ડ્રાઇવર કોન્સ્ટેબલ વિષ્ણુ ચૌધરી અને તેના કુટુંબીક ભાઈ જયેશ ચૌધરી રૂપિયા કમાવવાની લાલચમાં અમદાવાદથી DYSPની સરકારી ગાડી લઈ રાજસ્થાનમાં પહોંચ્યા હતા,જ્યાં તેઓએ 17 પેટી વિદેશી દારૂ ભરી ઊંઝાના બુટલેગરને આપવા નીકળ્યા હતા, તે દરમિયાન પાંથાવાડા પોલીસે વાઘોર ચોકડી નજીકથી ઝડપી પાડયા હતા, અને બંને આરોપી વિરુદ્ધ પ્રોહિ.નો ગુનો નોંધી દાંતીવાડા કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રિમાન્ડ પૂરા થયા બાદ બુધવારના જામીન અરજી સુનવણી માટે કોર્ટમાં બંનેને રજૂ કર્યા હતા,જેમાં આ બંને આરોપીઓની જામીન અરજી કોર્ટે ના મંજૂર કરતા તેમને પાલનપુરની સબજેલમાં મોકલવામાં આવ્યા હતા.પાંથાવાડા પોલીસ અને એસપી મામલો દબાવી દેવાનો પ્રયાસ કરતા હોય તેમ ફોટા પણ રિલિઝ કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...